પોલીસ મહાનિરીક્ષક પરીધિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ એલસીબી પાટણની ટીમ અન્ડીટેક્ટ મિલકત સંબંધિત ગુનાઓની તપાસમાં હતી. દરમ્યાન મળેલી બાતમીના આધારે પાટણ શહેરમાં કોરાટે પાછળના વિસ્તારામાં દરોડો પાડી શાંકાસ્પદ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. સમી તાલુકાના કોડધા ગામે જોગણી માતાના મંદિરમાં થયેલી ચોરીનો ગુનો એલસીબી પાટણની ટીમે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢયો છે. પોલીસે એક મહિલા અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોર સહિત કુલ છ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂ. 84 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.પુછપરછ દરમિયાન આરોપીઓએ કોડધા ગામના જોગણી માતા મંદિરની દાનપેટી તોડી રોકડ રકમ અને ચાંદીના છતરાની ચોરી કર્યાની કબૂલાત કરી હતી.તપાસમાં સામે આવ્યું કે ચોરી કરાયેલ ચાંદીનો મુદ્દામાલ ઉજ્યા ખાતે રહેતા સોની વેપારીઓને વેચી રોકડ રકમ મેળવી હતી. ચોરીની ઘટનાઓ ક્યાં-ક્યાં? કોડઘા ગામે જોગણી માતા મંદિર (દાનપેટી અને ચાંદીના છતરની ચોરી) રાકુ. ગામે ગોમાઈ માતા મંદિર દાદર ગામે ચામુંડા માતા અને સિકોતર માતા મંદિર બુટ ભવાની માતા મંદિર નેળિયા વિસ્તારમાં જોગણી માતા મંદિર ખાંખલ ગામે જોગમાયા, ગોગા મહારાજ અને સીકોતર માતાના મંદિર ة કબજે કરાયેલ મુદ્દામાલ રૂ. 49,000 રોકડા 04 મોબાઈલ ફોન 01 મોટરસાયકલ કુલ મુદ્દામાલ : રૂ. 84,000 ઝડપાયેલા આરોપીઓ સોમાજી જેબાજુ ઠાકોર જોસ્તાબેન સોમાજી ઠાકોર અજયજી સોમાજી ઠાકોર પ્રતાપજી હેમચંદજી ઠાકોર કમલેશભાઈ ભરતભાઈ સોની એક બાળ કિશોર (કાયદાના સંઘર્ષમાં) ફરાર આરોપીઓ પ્રતાપજી બળવંતજી ઠાકોર જોનાબેન પ્રતાપજી ઠાકોર કુપાલી કમલેશભાઈ સોનીપ્રાથમિક તપાસમાં આરોપીઓ સામે અગાઉ પણ પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર સહિત વિવિધ જિલ્લાઓમાં ચોરી અને અન્ય ગુનાઓ નોંધાયેલા હોવ બહાર આવ્યું છે.સમી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સમગ્ર કામગીરી એલસીબી પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગર ના માર્ગદર્શન હેઠળ એસ.બી. સોલંકી, પી.વી. ચૌધરી સહિતની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી
પાટણ
સમીના કોડધા ગામે મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો
ABC News 24
schedule
5 min read
QUANTUM
AI
FUTURE
TECH
INNOVATION
The Intelligence Report
More insights from our editorial desk