પાટણમાં સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને દિશા કમિટી બેઠક યોજાઈ
પાટણ

પાટણમાં સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને દિશા કમિટી બેઠક યોજાઈ

ABC News 24
schedule 5 min read

પાટણ જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા દિશા એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની બેઠક યોજાઈ હતી.બેઠકમાં સાંસદ શ્રી ભરતસિંહ ડાભીએ વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં ગ્રામ વિકાસ, પાણી પુરવઠા, શિક્ષણ, ખેતીવાડી, માર્ગ-મકાન, ICDS, પુરવઠા વિભાગ, વન વિભાગ, નગરપાલિકા અને UGVCL સહિતના વિભાગોની યોજનાઓની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન થયેલા વિકાસ કાર્યો, લાભાર્થીઓને મળેલા લાભ, ભૌતિક અને નાણાકીય પ્રગતિ તેમજ બાકી રહેલા પ્રશ્નો અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવવામાં આવી હતી.સાંસદ ભરતસિંહ ડાભીએ અધિકારીઓને સૂચના આપી હતી કે, સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ કોઈપણ વિલંબ વગર છેવાડાના નાગરિકો સુધી પહોંચે તે માટે આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવે. તેમણે નાગરિકોને આવક અને જાતિના દાખલા સમયસર મળી રહે તે માટે ખાસ ધ્યાન આપવા જણાવ્યું હતું, જેથી વિદ્યાર્થીઓ અને લોકોને જરૂરી કામગીરીમાં મુશ્કેલી ન પડે. આ ઉપરાંત RSETI પાટણ ખાતે મહિલાઓ માટે મોટર ડ્રાઇવિંગ તાલીમ કાર્યક્રમ શરૂ કરવા પણ સાંસદશ્રીએ સૂચન કર્યું હતું. મહિલાઓને રોજગારલક્ષી કૌશલ્ય મળી રહે અને તેઓ આત્મનિર્ભર બની શકે તે માટે આ પહેલ મહત્વપૂર્ણ બની રહેશે.બેઠકમાં રાધનપુર ધારાસભ્ય લવિંગજી સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

QUANTUM AI FUTURE TECH INNOVATION

The Intelligence Report

More insights from our editorial desk

View All Stories arrow_forward