ગુજરાત રાજ્યની તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા, સુવ્યવસ્થા અને આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં વધુ સુધારો લાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા *'નમો સ્વચ્છતા અભિયાન'*નો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ અભિયાનનો શુભારંભ કરવામાં આવશે, જેનું જીવંત પ્રસારણ પાટણ જિલ્લામાં પણ યોજાશે. આ પ્રસંગે તા. ૧ જુલાઈ, ૨૦૨૬ (બુધવાર) સવારે ૮:૩૦ કલાકે જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, ધારપુર (લેકચર હોલ-૩, પ્રથમ માળ) ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પાટણના પ્રમુખશ્રી શ્રી ભાવિકભાઈ પટેલ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે, જ્યારે પાટણના સાંસદશ્રી શ્રી ભરતસિંહ ડાભી વિશેષ ઉપસ્થિતિ આપશે.આ ઉપરાંત સિદ્ધપુરના ધારાસભ્યશ્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, રાધનપુરના ધારાસભ્યશ્રી શ્રી લવિંગજી ઠાકોર, પાટણના ધારાસભ્યશ્રી ડૉ. કિરીટભાઈ પટેલ, ચાણસ્માના ધારાસભ્યશ્રી શ્રી દિનેશભાઈ ઠાકોર તેમજ પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રીમતી ચંદ્રિકાબેન રાવલ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ, કર્મચારીઓ તથા નાગરિકોને ઉપસ્થિત રહી સ્વચ્છતા પ્રત્યેની જનજાગૃતિ અને આરોગ્ય સંસ્થાઓને વધુ સ્વચ્છ તથા દર્દીકેન્દ્રિત બનાવવાના સંકલ્પમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.
પાટણ
પાટણ જિલ્લામાં 'નમો સ્વચ્છતા અભિયાન'નો પ્રારંભ : જાહેર આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અને ગુણવત્તા સુધારવા રાજ્યવ્યાપી પહેલ
ABC News 24
schedule
5 min read
QUANTUM
AI
FUTURE
TECH
INNOVATION
The Intelligence Report
More insights from our editorial desk