ધારપુર GMERS મેડિકલ કોલેજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવિકભાઈ પટેલના હસ્તે 'નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ
પાટણ

ધારપુર GMERS મેડિકલ કોલેજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવિકભાઈ પટેલના હસ્તે 'નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ

ABC News 24
schedule 5 min read

ગુજરાત રાજ્યની તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા, સુવ્યવસ્થા અને આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં વધુ સુધારો લાવવાના ઉદ્દેશ્યથી રાજ્ય સરકાર દ્વારા તા. ૧ થી ૭ જુલાઈ દરમિયાન *'નમો સ્વચ્છતા અભિયાન'*નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો, જેનું જીવંત પ્રસારણ પાટણ જિલ્લાના કાર્યક્રમમાં પણ નિહાળવામાં આવ્યું હતું. પાટણ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ તેમજ ધારપુર GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ધારપુર GMERS મેડિકલ કોલેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પાટણના પ્રમુખશ્રી ભાવિકભાઈ પટેલના હસ્તે *'નમો સ્વચ્છતા અભિયાન'*નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્યશ્રી લવિંગજી ઠાકોર, કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જિલોવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી. એલ. પટેલ, પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રીમતી ચંદ્રિકાબેન રાવળ, ધારપુર GMERS મેડિકલ કોલેજના ડીનશ્રી, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટશ્રી, અન્ય પદાધિકારીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO)શ્રી, આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા, સુવ્યવસ્થા અને દર્દી કેન્દ્રિત આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે સૌએ સંકલ્પબદ્ધ બની અભિયાનને સફળ બનાવવા આહ્વાન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ ફેલાવવા તથા જાહેર આરોગ્ય સંસ્થાઓને વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને ગુણવત્તાસભર બનાવવા સક્રિય સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો.તા. ૧ થી ૭ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન જિલ્લાના તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે, જેમાં સ્વચ્છતા, કચરાના યોગ્ય નિકાલ, હોસ્પિટલ પરિસરની સફાઈ, જનજાગૃતિ સહિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.

QUANTUM AI FUTURE TECH INNOVATION

The Intelligence Report

More insights from our editorial desk

View All Stories arrow_forward