ભાવનગર એસ.ઓ.જી.એ ગેરકાયદેસર હથિયારો સામેની કાર્યવાહી દરમિયાન શિહોર નજીકથી એક શખ્સને દેશી બનાવટી હથિયાર (કટ્ટો) સાથે ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. આ કામગીરી ભાવનગર રેન્જના આઈજીપી રાજેન્દ્ર વી. અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ એસ.ઓ.જી. પોલીસની ટીમને બાતમી મળી હતી કે એક વ્યક્તિ ગેરકાયદેસર હથિયાર સાથે શિહોર વડાવળ ફાટક આગળ રાજકોટ-ભાવનગર હાઇવે વિસ્તારમાં ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દરોડો પાડતા જુનેદ ઉર્ફે જુલ્ફી આરીફભાઈ કાઝી (ઉ.વ. 32), રહે. લીલાપીર વિસ્તાર, રહીમા મસ્જિદ પાસે, શિહોરને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી રૂ. 5,000 કિંમતનો એક દેશી બનાવટી કટ્ટો મળી આવ્યો હતો, જેને પોલીસે કબ્જે લીધો હતો. આરોપી સામે શિહોર પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની કલમ 25(1)(1-B) તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. તેની સામે મારામારી, ધમકી, પ્રોહિબિશન તેમજ અન્ય ગંભીર ગુનાઓના અનેક કેસ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી હથિયાર ક્યાંથી મેળવ્યું અને તેનો ઉપયોગ ક્યાં કરવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે. રિપોટર ફિરોજ સેલોત ભાવનગર
ભાવનગર
શિહોર વડાવળ ફાટક પાસે દેશી બનાવટી કટ્ટા સાથે શખ્સ ઝડપાયો
ABC News 24
schedule
5 min read
QUANTUM
AI
FUTURE
TECH
INNOVATION
The Intelligence Report
More insights from our editorial desk