શિક્ષણ એ જ સાચું ધન છે, ચાલો સાથે મળીને કોઈનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ
ભાવનગર

શિક્ષણ એ જ સાચું ધન છે, ચાલો સાથે મળીને કોઈનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ

ABC News 24
schedule 5 min read

ભાવનગરમાં સેવા અને શિક્ષણને સમર્પિત અનોખી પહેલ ભાવનગર શહેરના જશોનાથ મહાદેવ મંદિરના ગેટ પાસે કંચન ફાઉન્ડેશનના સહયોગથી અતિ ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક પાઠ્યસામગ્રી વિતરણ સેવા યોજાઈ રહી છે. આ સેવાકીય કાર્ય અંતર્ગત દિવ્યાંગ, અંધ, અપંગ, વિધવા બહેનોના સંતાનો તેમજ મા-બાપ વગરના અનાથ બાળકોને સહાયરૂપ થવા માટે ધોરણ 5 થી 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થી દીકરા-દીકરીઓને પાઠ્યપુસ્તકો અને ફુલસ્કેપ ચોપડાઓ આપવામાં આવશે. આ સેવા નાત-જાત, જ્ઞાતિ કે સંપ્રદાયના કોઈપણ ભેદભાવ વગર ઘણા વર્ષોથી નિસ્વાર્થ ભાવથી કરવામાં આવી રહી છે. કંચન ફાઉન્ડેશન દ્વારા શિક્ષણથી વંચિત અને જરૂરિયાતમંદ બાળકોને મદદરૂપ થવાના હેતુથી આ માનવતાભર્યો પ્રયાસ સતત ચાલુ રાખવામાં આવ્યો છે. રિપોર્ટર ફિરોજ સેલોત

QUANTUM AI FUTURE TECH INNOVATION

The Intelligence Report

More insights from our editorial desk

View All Stories arrow_forward