વારાહી પોલીસ સ્ટેશન દ્વારા  પેસેન્જર રીક્ષાઓને યુનિક નંબર સ્ટીકર, મુસાફરોની સુરક્ષા માટે વારાહી પોલીસની અનોખી પહેલ
રાધનપુર

વારાહી પોલીસ સ્ટેશન દ્વારા પેસેન્જર રીક્ષાઓને યુનિક નંબર સ્ટીકર, મુસાફરોની સુરક્ષા માટે વારાહી પોલીસની અનોખી પહેલ

ABC News 24
schedule 5 min read

વારાહી પોલીસ સ્ટેશન દ્વારા પેસેન્જર રીક્ષાઓને યુનિક નંબર સ્ટીકર, મુસાફરોની સુરક્ષા માટે વારાહી પોલીસની અનોખી પહેલ પાટણ જિલ્લાના વારાહી તાલુકાના વારાહી પોલીસ સ્ટેશન ખાતે પેસેન્જર રીક્ષાઓને યુનિક નંબરવાળા સ્ટીકર આપવાની કામગીરી શરૂ કરી છે. સ્ટીકર પર પોલીસ સ્ટેશન દ્વારા 112 નંબર અને વારાહી પોલીસ સ્ટેશન નો નંબર પણ દર્શાવવામાં આવ્યા છે, જેને સ્થાનિક લોકો અને રીક્ષા ચાલકોએ આવકારી છે.વારાહી પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ વારાહી ઉભી રહેતી પેસેન્જર રીક્ષાઓને યુનિક નંબરવાળા સ્ટીકર લગાવવામાં આવ્યા. આ સ્ટીકરથી રીક્ષાની સરળ ઓળખ થશે, જરૂરિયાત સમયે મુસાફરો પોલીસનો તાત્કાલિક સંપર્ક કરી શકશે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે. સ્થાનિક રીક્ષા ચાલકો અને લોકોએ પોલીસની આ પહેલને બિરદાવી છે. કામગીરીકરનાર ઇન્ચાર્જ Pi વાય. એન. પટેલ Asi ભીખુદાન ASI મેમાભાઈ પોલીસ કોન્સ્ટેબલ મુકેશકુમાર પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ વારાહી પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી રિપોર્ટ: વિપુલભાઈ ચૌધરી રાધનપુર

QUANTUM AI FUTURE TECH INNOVATION

The Intelligence Report

More insights from our editorial desk

View All Stories arrow_forward