રાધનપુર APMCમાં વિકાસના નવા દ્વાર ખુલ્યા બનાસ બેંક શાખા, કાર્યાલય ભવન, ખેડૂત આરામગૃહ અને ઓપન ઓક્શન શેડનું લોકાર્પણ
રાધનપુર

રાધનપુર APMCમાં વિકાસના નવા દ્વાર ખુલ્યા બનાસ બેંક શાખા, કાર્યાલય ભવન, ખેડૂત આરામગૃહ અને ઓપન ઓક્શન શેડનું લોકાર્પણ

ABC News 24
schedule 5 min read

પાટણ જિલ્લાના રાધનપુર APMC ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં ખેડૂતોને સમર્પિત વિવિધ સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બનાસ બેંકની નવી શાખા શરૂ થવાથી ખેડૂતોને બેંકિંગ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે, જ્યારે નવા કાર્યાલય ભવનથી APMCની કામગીરી વધુ સુવ્યવસ્થિત બનશે.ખેડૂતો માટે બનાવવામાં આવેલા આરામગૃહ અને ઓપન ઓક્શન શેડથી બજારયાર્ડમાં આવતા ખેડૂતોને મોટી રાહત મળશે. ખાસ કરીને પાકના વેચાણ, હરાજી પ્રક્રિયા અને રોકાણ માટેની સુવિધાઓ વધુ આધુનિક બનશે. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સરહદી વિસ્તારની પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પ્રયાસો કર્યા છે. તેમણે જણાવ્યું કે ખેડૂતોના હિતમાં લેવાયેલા નિર્ણયો રાજ્યના કૃષિ વિકાસને નવી ગતિ આપી રહ્યા છે. શંકરભાઈ ચૌધરીએ કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી ખેડૂત પરિવારમાંથી આવતા હોવાથી ખેડૂતોની સમસ્યાઓને નજીકથી સમજે છે અને તેમના હિતમાં સતત નિર્ણયો લઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે APMC રાધનપુર દ્વારા શરૂ કરવામાં આવેલી ખેડૂત અકસ્માત વીમા યોજનાની પણ પ્રશંસા કરી હતી. તેમજ આગામી સમયમાં ખેડૂતોને ગોબરમાંથી વધારાની આવક મળી રહે તે માટે ગોબરધન પ્લાન્ટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. અને આ પ્રસંગે કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાધનપુર અને સાંતલપુર વિસ્તારના ખેડૂતો તથા પશુપાલકોએ મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ મહેનતથી વિકાસનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે જણાવ્યું કે નર્મદાના નીર પહોંચતા ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે નવી તકો ઊભી થઈ છે અને ખેતી તથા બાગાયતી ક્ષેત્રે પ્રગતિના નવા માર્ગ ખુલ્યા છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે ખારાશવાળી જમીન હોવા છતાં આ વિસ્તારના ખેડૂતોએ ખારેક સહિતની બાગાયતી ખેતીમાં સફળતા મેળવી સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, પર્યાવરણ સંરક્ષણ અને સોલાર ઊર્જાના ઉપયોગ તરફ આગળ વધવા અપીલ કરી હતી. સાથે જ સરકાર દ્વારા ખેડૂતો માટે અમલમાં મૂકવામાં આવતી વિવિધ યોજનાઓનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો.અને આ કાર્યક્રમ દરમિયાન ખેડૂત અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના ખાદી-કુટીર અને ગ્રામ ઉદ્યોગ મંત્રી તેમજ પાટણ જિલ્લાના પ્રભારી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે રાધનપુર-સાંતલપુર વિસ્તારના ખેડૂતોએ ખારાશવાળી જમીનમાં પણ સફળતાપૂર્વક ખેતી કરી સમગ્ર રાજ્ય માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમારોહમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતર, APMC રાધનપુરના ચેરમેન બાબુભાઈ ચૌધરી સહિત સહકારી આગેવાનો, વેપારીઓ, ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અહેવાલ હાર્દિક સોલંકી

QUANTUM AI FUTURE TECH INNOVATION

The Intelligence Report

More insights from our editorial desk

View All Stories arrow_forward