ભાવનગર વરતેજ રેલવે સ્ટેશન ખાતે રેલવેના ડીઝલ એન્જિનમાંથી 150 લિટર ડીઝલ ચોરી થયાના કેસમાં રેલવે સુરક્ષા દળ (RPF)ને મહત્વની સફળતા મળી હતી. મળતી માહિતી મુજબ આ ઘટનાને ગંભીરતાથી લઈ RPF ભાવનગરના ઇન્સ્પેક્ટર કપિલકુમાર ચૌહાણના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ રચવામાં આવી હતી. તપાસ ટીમમાં PSI અશ્વિન વરૂ, ASI રામપ્રતાપ, કોન્સ્ટેબલ ધર્મેશ ડાંગર, કોન્સ્ટેબલ ફૈઝલ પઠાણ તેમજ ક્રાઇમ બ્રાન્ચના જગદીશ ડાંગરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ટીમે ટેકનિકલ તપાસ અને મહેનતના આધારે તા. 10/07/2025ના રોજ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા તેમજ ચોરી કરાયેલ 150 લિટર ડીઝલ કબજે લેવામાં આવ્યું હતું. આરોપીઓ સામે RPUP Act હેઠળ ગુનો નોંધી કેસ રેલવે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન રેલવે કોર્ટ ભાવનગર દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી ચારેય આરોપીઓને કુલ ₹40,000નો દંડ ફટકારી સજા કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી રેલવે સંપત્તિ સામે ગુનો આચરનાર તત્વોમાં ચકચાર મચી છે.
ટૉપ ન્યૂઝ
વરતેજ રેલવે ડીઝલ ચોરી કેસમાં 4 આરોપીઓને દંડ
ABC News 24
schedule
5 min read
QUANTUM
AI
FUTURE
TECH
INNOVATION
The Intelligence Report
More insights from our editorial desk