રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ
પાટણ

રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ

ABC News 24
schedule 5 min read

ડ્રગ્સ સંબંધિત ગુનાઓ સામે ગુજરાતે ઝીરો-ટોલરન્સ નીતિ અપનાવી છે અને નશીલા પદાર્થોના વેપાર તથા દુરુપયોગ સામે કડક અભિગમ અપનાવ્યો છે ગાંધીનગર: 17 જૂન, 2026 : નશીલા પદાર્થો (ડ્રગ્સ) સામેની લડતને વધુ આક્રમક બનાવવાનાં સંકેતરૂપે ગુજરાત પોલીસે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સિસ (NDPS) અધિનિયમ હેઠળની અમલવારી વધુ સઘન બનાવવાનો તથા રાજ્યભરમાં ડ્રગ્સ વિરોધી માળખાકીય વ્યવસ્થાનો વિસ્તાર કરવાનો નિર્ણય કર્યો છે. ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્ય પોલીસ વડા (DGP) શ્રી જી.એસ. મલિકે તમામ પોલીસ એકમોને ડ્રગ્સ સંબંધિત ગુનાઓ સામે વધુ સક્રિય અભિગમ અપનાવવા તથા સરકારની નીતિ અનુસાર ઓછી માત્રામાં નશીલા પદાર્થો મળતા કેસોમાં પણ કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. રાજ્યના પોલીસ વડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ડ્રગ્સના વેપારીઓ અને પેડલરો પર સતત નજર રાખી, ગુપ્તચર માહિતી આધારિત કાર્યવાહી અને કડક અમલવારી દ્વારા ધોંસ બોલાવવા માટે જણાવ્યુ હતું. જેથી ડ્રગ્સના નેટવર્કને તોડી શકાય અને નશીલા પદાર્થોના ફેલાવાને અટકાવી શકાય. એક મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય હેઠળ હવે NDPS ગુનાઓ શોધવાની અને નોંધવાની જવાબદારી માત્ર ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) પૂરતી મર્યાદિત રહેશે નહીં. પરંતુ રાજ્યના તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનોને તેમના વિસ્તારની અંદર ડ્રગ્સ સંબંધિત ગુનાઓ શોધવા, પકડવા અને નોંધવા માટે સક્રિય ભૂમિકા ભજવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે ડ્રગ્સ વિરોધી કામગીરીને સ્થાનિક સ્તરે પોલીસિંગની મુખ્ય જવાબદારી બનાવવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ના નેતૃત્વમાં ગુજરાતે ડ્રગ્સ સંબંધિત ગુનાઓ સામે ઝીરો-ટોલરન્સ નીતિ અપનાવી છે અને નશીલા પદાર્થોના વેપાર તથા દુરુપયોગ સામે કડક વલણ અપનાવ્યું છે. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં એ પણ નિર્ણય લેવામાં આવ્યો કે જો કોઈ બાહ્ય એજન્સી દ્વારા કોઈ પોલીસ સ્ટેશનની હદમાં NDPS ગુનો નોંધાશે તો સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે. અમલવારી દરમિયાન પકડાયેલા ડ્રગ્સના વ્યસનીઓની પણ વિસ્તૃત પૂછપરછ કરવા માટે પોલીસ કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે, જેથી સપ્લાય ચેઇન સુધી પહોંચી શકાય, સપ્લાયરોની ઓળખ કરી શકાય અને મોટા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરી શકાય. નશીલા પદાર્થોના વેચાણ, વિતરણ અને હેરફેર સાથે સંકળાયેલા લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત પોલીસ કાઉન્સેલિંગ અને પુનર્વસન માટે સહાય કરશે કાયદાકીય કાર્યવાહી સાથે સાથે ગુજરાત પોલીસ નશાની લતથી પ્રભાવિત વ્યક્તિઓ માટે કાઉન્સેલિંગ અને પુનર્વસનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં સહયોગ આપશે, જેથી ડ્રગ્સ વિરોધી અભિયાનમાં અમલવારી અને પુનર્વસન – બંને પાસાઓને સમાન મહત્વ મળી રહે.સક્રિય અને અસરકારક કામગીરીને પ્રોત્સાહન આપવા માટે NDPS કેસોની સફળ શોધખોળ અને તપાસ કરનારા પોલીસ કર્મચારીઓને યોગ્ય ઇનામો અને સન્માન આપવામાં આવશે. રિપોટર વિપુલભાઈ ચોધરી

QUANTUM AI FUTURE TECH INNOVATION

The Intelligence Report

More insights from our editorial desk

View All Stories arrow_forward