ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. બોટાદ શહેરમાંથી ચોરી થયેલી ઓટો રીક્ષા સાથે એક શાતિર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી અગાઉ પણ વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ₹35 હજારની રીક્ષા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક અને એસપીના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ મિલકત સંબંધિત ગુનાઓની તપાસમાં હતી. તે દરમિયાન બાતમી મળી કે અગાઉ વાહન ચોરીમાં ઝડપાયેલ સોહિલ ઉર્ફે લંબુ બુખારી શંકાસ્પદ હાલતમાં લીલા-પીળા રંગની ઓટો રીક્ષા સાથે શહેર વિસ્તારમાં ઉભો છે. બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડી આરોપીને ઝડપી લીધો. પૂછપરછ દરમિયાન રીક્ષા અંગે કોઈ દસ્તાવેજ કે સંતોષકારક જવાબ ન આપતાં પોલીસે રીક્ષા કબ્જે લીધી કડક પૂછપરછમાં આરોપીએ ચોંકાવનારો ખુલાસો કર્યો. તેણે પોતાના બે સાગરીતો સાથે બોટાદ જઈ રાત્રી દરમિયાન સબીહા હોસ્પિટલ સામે પાર્ક કરેલી રીક્ષા ચોરી કરી ભાવનગર લાવ્યાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી ગંગાજળિયા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે, જ્યારે બે ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે.
ભાવનગર
ભાવનગર LCBનો એક્શન બોટાદમાંથી ચોરાયેલી રીક્ષા સાથે શાતિર ઝડપાયો !
ABC News 24
schedule
5 min read
QUANTUM
AI
FUTURE
TECH
INNOVATION
The Intelligence Report
More insights from our editorial desk