ભાવનગર ભાવનગર જિલ્લામાં દારૂબંધી વચ્ચે ફરી એકવાર વિદેશી દારૂના જથ્થા પર પોલીસ તવાઈ જોવા મળી છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1,584 બોટલો સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં વિદેશી દારૂની હેરફેર અને સંગ્રહ સામે ખાસ ડ્રાઇવ ચાલી રહી હતી. તે દરમિયાન LCBની ટીમને બાતમી મળી હતી કે કોળીયાક વિસ્તારના એક રહેણાંક મકાનમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો છે અને તેને હેરફેર કરવાની તૈયારી ચાલી રહી છે.બાતમીના આધારે LCBની ટીમે ઘોઘા પોલીસ સ્ટેશન હદમાં આવેલા કોળીયાક વિસ્તારમાં દરોડો પાડતાં “ફોર સેલ ઇન મધ્ય પ્રદેશ ઓન્લી” લખેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.પોલીસે સ્થળ પરથી 1,200 બોટલ લંડન પ્રાઇડ ઓરેન્જ ફ્લેવર વોડકા અને 384 બોટલ બેગપાઇપર ડિલક્સ વ્હીસ્કી સહિત કુલ ₹2,55,840નો દારૂ કબ્જે કર્યો હતો. સાથે જ એક ઓપો મોબાઇલ ફોન મળી કુલ ₹2,60,840નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આ મામલે ભાવેશ ઉર્ફે મઘો મનજીભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે રાહુલ ઉર્ફે ચીની જયેશભાઈ મારૂ હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બંને સામે ઘોઘા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા આરોપી સામે અગાઉ પ્રોહિબિશન, મારામારી, મોટર વાહન અધિનિયમ સહિતના કુલ 16 ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. LCBની આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર પી.સી. શીંગરખીયાના માર્ગદર્શન હેઠળ PSI આર.એ. વાઢેર, પી.ડી. ઝાલા અને ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. રિપોર્ટર :- ફિરોજ સેલોત ભાવનગર
ભાવનગર
ભાવનગર LCBની મોટી કાર્યવાહી
ABC News 24
schedule
5 min read
QUANTUM
AI
FUTURE
TECH
INNOVATION
The Intelligence Report
More insights from our editorial desk