ભાવનગર જિલ્લામાં દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માળ-વાળુ વાડી વિસ્તાર પિપર વાળી વાડી ખાતે દરોડા દરમિયાન દેશી દારૂ બનાવવાનો આશરે 1400 લિટર આથો સહિત કુલ રૂ.42,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર વી. અસારી અને પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ ભાવનગર LCBને શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવા સૂચના આપવામાં આવી હતી. તે અનુસંધાને તા. 23 મે, 2026ના રોજ LCBની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મહુવા તાલુકાના પિપર વાળી વાડી વિસ્તારમાં આવેલા કુવા પાસે દાદુભાઈ જસાભાઈ ગોહિલ અને વેજુભાઈ લખુભાઈ ચાવડા પોતાની વાડીમાં દેશી દારૂ બનાવી વેચાણ કરતા હોવાની માહિતી મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરતા બંને આરોપીઓ હાજર મળી આવ્યા નહોતા. જોકે, સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો આશરે 1400 લિટર આથો અને પ્લાસ્ટિકના સાત ટીપ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પર જ દારૂ બનાવવાના સાધનોનો નાશ કરી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ફરાર આરોપીઓ દાદુભાઈ જસાભાઈ ગોહિલ, રહે. ખુંટવડા, જી. મહુવા વેજુભાઈ લખુભાઈ ચાવડા, રહે. ડુંગરપર, તા. મહુવા કબ્જે કરાયેલ મુદ્દામાલ દેશી દારૂ બનાવવાનો આથો (1400 લિટર) – રૂ.35,000 પ્લાસ્ટિકના ટીપ (7 નંગ) – રૂ.7,000 કુલ મુદ્દામાલ – રૂ.42,000 આ મામલે મોટા ખુંટવડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.સી. શીંગરખીયાના માર્ગદર્શન હેઠળ PSI આર.એ. વાઢેર, પી.ડી. ઝાલા તેમજ દિલુભાઈ આહિર, શૈલેષભાઈ રાઠોડ અને વિજયભાઈ બારૈયાની ટીમે પાર પાડી હતી.
ટૉપ ન્યૂઝ
ભાવનગર LCBની કાર્યવાહી દેશી દારૂ બનાવવાનો આથો ઝડપાયો, બે શખ્સો ફરાર
ABC News 24
schedule
5 min read
QUANTUM
AI
FUTURE
TECH
INNOVATION
The Intelligence Report
More insights from our editorial desk