ભાવનગર એસઓજીએ એક મહિનામાં 860 કફ સીરપની બોટલો સાથે 11 આરોપીઓને ઝડપી પાડ્યા “નશા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત ભાવનગર એસઓજીએ છેલ્લા એક માસ દરમિયાન નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે સઘન અભિયાન ચલાવી મોટી સફળતા મેળવી છે. ભાવનગર રેન્જના આઈજીપી રાજેન્દ્ર વી. અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ એસઓજીની વિવિધ ટીમોએ જિલ્લામાં દરોડા અને તપાસ હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન એસઓજીએ અલગ-અલગ ચાર ગુનાઓ નોંધ્યા હતા અને કોડેઇન ફોસ્ફેટ ધરાવતી કફ સીરપની કુલ 860 બોટલો, જેની કિંમત રૂ. 1.37 લાખથી વધુ થાય છે, જપ્ત કરી હતી. સાથે જ આ ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલા કુલ 11 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તાજેતરમાં 6 જૂનના રોજ ત્રાપજ ગામ નજીક હાઇવે ઓવરબ્રિજ નીચે એસઓજી ટીમે દરોડો પાડી વિષ્ણુભાઈ જીણાભાઈ ચુડાસમાને ઝડપી પાડ્યો હતો. તેની ઓટોરિક્ષામાંથી કોડેઇન ફોસ્ફેટ ધરાવતી VKOOF-T બ્રાન્ડની 60 કફ સીરપ બોટલો મળી આવી હતી. પોલીસે કફ સીરપ, મોબાઇલ ફોન અને ઓટોરિક્ષા સહિત કુલ રૂ. 64 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મામલે અલંગ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે આવનારા સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
ભાવનગર
ભાવનગર એસઓજીએ એક મહિનામાં 860 કફ સીરપની બોટલો સાથે 11 આરોપીઓને ઝડપી પાડ્યા
ABC News 24
schedule
5 min read
QUANTUM
AI
FUTURE
TECH
INNOVATION
The Intelligence Report
More insights from our editorial desk