આઈ.ટી.આઈ. પાટણ (રાજપુર) ખાતે જિલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ ભરતીમેળો ૮ જૂને યોજાશે પાટણ જિલ્લાના યુવાનો માટે રોજગાર અને કૌશલ્ય વિકાસની દિશામાં મહત્વપૂર્ણ તક સામે આવી છે. જિલ્લા નોડલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) પાટણ (રાજપુર) ખાતે તા. ૦૮ જૂન, ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે જિલ્લા કક્ષાના એપ્રેન્ટીસ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમો તેમજ સર્વિસ સેક્ટર સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા એપ્રેન્ટીસની ભરતી કરવામાં આવશે. ખાસ કરીને આઈ.ટી.આઈ. પાસ ઉમેદવારો માટે ફીટર, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, કોપા (COPA), વેલ્ડર અને મિકેનિક ડીઝલ જેવા વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ મેળવવાની તક ઉપલબ્ધ રહેશે.આ ઉપરાંત નોન-એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ ઉમેદવારો જેમ કે બી.કોમ., એમ.બી.એ., સાયન્સ ગ્રેજ્યુએટ સહિતના રસ ધરાવતા ઉમેદવારો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકશે, જેથી વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનોને રોજગારની નવી તકો મળી રહેશે.રસ ધરાવતા ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, માર્કશીટ, આધારકાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ તથા અન્ય જરૂરી દસ્તાવેજોની નકલ સાથે તા. ૦૮ જૂન, ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આઈ.ટી.આઈ. પાટણ (રાજપુર) ખાતે હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
પાટણ
પાટણ ITI રાજપુર ખાતે ૮ જૂને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે
ABC News 24
schedule
5 min read
QUANTUM
AI
FUTURE
TECH
INNOVATION
The Intelligence Report
More insights from our editorial desk