પાટણમાં રેશનકાર્ડ ધારકો માટે નવી સુવિધા : સ્કેન કરો, અનાજ મેળવો CBDC પ્રોજેક્ટનો લાભ : હવે ડિજિટલ રૂપીથી અનાજનું વિતરણ રેશન દુકાને કેશ નહીં, QR કોડથી મળશે અનાજ ભારત સરકાર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો વિભાગના સંયુક્ત પ્રયાસોથી ડિજિટલ કરન્સી આધારિત ડિજિટલ રૂપી (CBDC) પ્રોજેક્ટ રાજ્યભરમાં અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પાટણ જિલ્લાના જાહેર વિતરણ પ્રણાલી (રેશનકાર્ડ)ના લાભાર્થીઓને હવે PNB Digital Rupee એપ્લિકેશન દ્વારા ક્યૂઆર કોડ સ્કેન કરીને સસ્તા અનાજની દુકાનેથી સરળતાથી અનાજ મેળવવાની સુવિધા ઉપલબ્ધ બનશે. આ યોજનાનો લાભ તેવા રેશનકાર્ડ ધારકોને મળશે જેમના આધારકાર્ડમાં નોંધાયેલ મોબાઇલ નંબર અને રેશનકાર્ડમાં દર્શાવાયેલ મોબાઇલ નંબર એકસરખા હોય તેમજ અન્ય વિગતો આધાર ડેટા સાથે સુસંગત હોય. આવા લાભાર્થીઓનું પંજાબ નેશનલ બેંક દ્વારા વોલેટલિસ્ટિંગ કરવામાં આવ્યું છે. લાભાર્થીઓ પોતાના સ્માર્ટફોનમાં PNB Digital Rupee એપ્લિકેશન ડાઉનલોડ કરીને સ્વયં અથવા ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત *વી.સી.ઈ. (Village Computer Entrepreneur)*ની મદદથી ઓનલાઈન ઓનબોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેઓ રેશન દુકાને ઉપલબ્ધ ક્યૂઆર કોડ સ્કેન કરીને નિયમિત રીતે મળવાપાત્ર અનાજ મેળવી શકશે. જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જણાવાયું છે કે જેમના મોબાઇલ નંબર હજુ સુધી આધાર સાથે લિંક થયેલા નથી, તેઓએ નજીકના આધાર સુધારણા કેન્દ્ર ખાતે જઈ મોબાઇલ નંબર અપડેટ કરાવવો જરૂરી છે. મોબાઇલ નંબર આધાર સાથે લિંક થયા બાદ તેને રેશનકાર્ડની વિગતો સાથે સીડ કરી CBDC યોજનામાં ઓનબોર્ડિંગ કરીને આ સુવિધાનો લાભ મેળવી શકાશે.જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જિલ્લાના તમામ પાત્ર રેશનકાર્ડ ધારકોને CBDC ડિજિટલ રૂપી પ્રોજેક્ટમાં જોડાઈ સરળ અને પારદર્શક રીતે અનાજ મેળવવા અપીલ કરવામાં આવી છે.
પાટણ
પાટણમાં રેશનકાર્ડ ધારકો માટે નવી સુવિધા : સ્કેન કરો, અનાજ મેળવો
ABC News 24
schedule
5 min read
QUANTUM
AI
FUTURE
TECH
INNOVATION
The Intelligence Report
More insights from our editorial desk