પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂન મેનેજમેન્ટ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ચોમાસા દરમિયાન વરસાદ, પૂર, વાવાઝોડા અને ભારે પવન જેવી સંભવિત આપત્તિઓ સામે તંત્ર સંપૂર્ણ સજ્જ રહે તે માટે વિવિધ વિભાગો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.જિલ્લા કલેક્ટરશ્રીએ બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, જનહાનિ અને માલહાનિ અટકાવવા માટે આગોતરા આયોજન અને સમયસર પ્રતિસાદ અત્યંત જરૂરી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પૂર્વચેતવણી, સ્થળાંતર અને બચાવ કામગીરી માટે પૂરતી તૈયારી રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી.બેઠકમાં નદી-નાળા, ગટર અને ડ્રેનેજ લાઈનની તાત્કાલિક સફાઈ, રેલવે અંડરબ્રિજોમાં પાણી ભરાવાની સમસ્યા અટકાવવા માટે પગલાં, તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ શરૂ કરવા તેમજ વરસાદની આગાહી દરમિયાન સંબંધિત તાલુકાઓમાં લાયઝન અધિકારીઓની ફરજિયાત હાજરી અંગે માર્ગદર્શન અપાયું હતું.તંત્રને બચાવ કામગીરી માટે બોટ, ટાયર ટ્યુબ સહિતના સાધનો તૈયાર રાખવા, વીજ પુરવઠો, પીવાનું પાણી અને આરોગ્ય સેવાઓ સતત કાર્યરત રહે તે માટે વિભાગીય સંકલન મજબૂત બનાવવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો.જિલ્લા કલેક્ટરશ્રીએ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આવેલી જર્જરિત અને જોખમી ઇમારતોને તાત્કાલિક નોટિસ આપી જરૂરી કાર્યવાહી હાથ ધરવા પર પણ ભાર મૂક્યો હતો.બેઠક દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આરોગ્ય, પાણી પુરવઠો, વીજ વ્યવસ્થા, માર્ગ અને મકાન, નગરપાલિકા તથા પશુપાલન વિભાગ દ્વારા પ્રિ-મોન્સૂન તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ
પાટણમાં પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ: ચોમાસા પૂર્વે તંત્રને સતર્ક રહેવા કલેક્ટરની સૂચના
ABC News 24
schedule
5 min read
QUANTUM
AI
FUTURE
TECH
INNOVATION
The Intelligence Report
More insights from our editorial desk