ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ટ્રેન અડફેટે એક યુવકનું કરુણ મોત નીપજતા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, કુંભારવાડા મિલની ચાલી નજીક કોઈ કારણસર એક યુવક ટ્રેનની અડફેટે આવી જતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ યાસીન હનીફભાક સમા (ઉ.વ. 32) તરીકે થઈ છે. બનાવની જાણ થતાં જ મૃતકના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જેના કારણે વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની જાણ થતાં રેલવે વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હાલ સમગ્ર બનાવ અંગે વધુ તપાસ ચાલી રહી છે રિપોર્ટર ફિરોઝ સેલોત ભાવનગર