આઈ.ટી.આઈ. બાલીસણા ખાતે સમર સ્કીલ વર્કશોપ-૨૦૨૬નું આયોજન
પાટણ

આઈ.ટી.આઈ. બાલીસણા ખાતે સમર સ્કીલ વર્કશોપ-૨૦૨૬નું આયોજન

ABC News 24
schedule 5 min read

પાટણ જિલ્લાના યુવાનોમાં કૌશલ્ય વિકાસ પ્રત્યે જાગૃતિ વધે અને વિવિધ ટેકનિકલ ટ્રેડ અંગે પ્રાથમિક માહિતી મળી રહે તે હેતુસર ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.), બાલીસણા દ્વારા સમર સ્કીલ વર્કશોપ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપ બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કો તા. ૧૧ જૂનથી ૧૨ જૂન, ૨૦૨૬ અને બીજો તબક્કો તા. ૧૮ જૂનથી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન યોજાનાર છે. ધોરણ-૮ કે તેથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ વર્કશોપમાં ભાગ લઈ શકશે. વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓને આઈ.ટી.આઈ. બાલીસણામાં ચાલતા વિવિધ ટ્રેડ, કૌશલ્ય વિકાસનું મહત્વ, ટેકનિકલ શિક્ષણ અને રોજગારીની તકો અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ વિવિધ ટ્રેડની પ્રાયોગિક માહિતી તેમજ સામાન્ય જ્ઞાનથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવશે.

QUANTUM AI FUTURE TECH INNOVATION

The Intelligence Report

More insights from our editorial desk

View All Stories arrow_forward