ભાભરના અબાળા ગામે સેવાભાવી કાર્ય: જોગણી માતાજી મંદિરે દર્શનાર્થીઓ માટે ઠંડા લીંબુ શરબતનું વિનામૂલ્યે વિતરણ
બનાસકાંઠા

ભાભરના અબાળા ગામે સેવાભાવી કાર્ય: જોગણી માતાજી મંદિરે દર્શનાર્થીઓ માટે ઠંડા લીંબુ શરબતનું વિનામૂલ્યે વિતરણ

ABC News 24
schedule 5 min read

બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના અબાળા ગામ ખાતે આવેલ પ્રસિદ્ધ જોગણી માતાજીના મંદિરે રવિવારના રોજ સેવાભાવી ગ્રુપ દ્વારા અનોખું સેવાકીય આયોજન કરવામાં આવ્યું હતું. કાળઝાળ ગરમી વચ્ચે મંદિર ખાતે દર્શનાર્થે આવતા ભાવિકો, યાત્રાળુઓ તેમજ ભાભર-સુઈગામ નેશનલ હાઈવે પરથી પસાર થતા મુસાફરો માટે ઠંડા લીંબુ શરબતનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યને સ્થાનિક ગ્રામજનો, ભાવિકો તેમજ મુસાફરોએ હૃદયપૂર્વક બિરદાવ્યું હતું. હાલ સમગ્ર વિસ્તારમાં ઉનાળાની આકરી ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. તાપમાન સતત ઊંચું રહેતા લોકો ગરમીથી પરેશાન બની રહ્યા છે. ત્યારે અબાળા ગામ સ્થિત જોગણી માતાજીના મંદિર ખાતે સેવાભાવી ગ્રુપ દ્વારા શરૂ કરાયેલું લીંબુ શરબત વિતરણનું આયોજન રાહતરૂપ સાબિત થયું હતું. મંદિરે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને તેમજ રસ્તે જતા વાહનચાલકોને રોકી ઠંડું શરબત પીવડાવવામાં આવ્યું હતું, જેના કારણે લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. સેવાભાવી ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે માનવસેવા એ જ સાચી સેવા છે અને ગરમીના સમયમાં તરસ્યા લોકોને ઠંડુ પીણું આપવું એ પણ એક પુણ્યનું કાર્ય છે. ગ્રુપના યુવાનો અને સભ્યોએ ઉત્સાહભેર સેવા આપતા મોટી સંખ્યામાં લોકોને લીંબુ શરબતનું વિતરણ કર્યું હતું. આ સમગ્ર આયોજન દરમિયાન સેવાભાવ અને માનવતાનો સુંદર માહોલ જોવા મળ્યો હતો. આ સેવા કાર્યને ગ્રામજનોએ પણ ભરપૂર સહયોગ આપ્યો હતો. ઉપસ્થિત લોકોએ સેવાભાવી ગ્રુપની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં પરસ્પર સહકાર, એકતા અને માનવતાની ભાવનાને મજબૂત બનાવે છે. ખાસ કરીને ઉનાળાની ગરમીમાં ઠંડા પીણાંનું વિતરણ લોકો માટે ખૂબ જ રાહતરૂપ સાબિત થાય છે. આ સેવાયજ્ઞને સફળ બનાવવા ગ્રામજનો, ભાવિકો તેમજ વિવિધ આગેવાનોનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જલારામ મંડળ ગ્રુપની બહેનો, ભાભર પીઆઈ એચ. એલ. જોષી, ભાભર નગરપાલિકા પ્રમુખ અમૃતભાઈ માળી, ભાભર શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ, મહામંત્રી હિતેશભાઈ ઠક્કર, મહેશભાઈ કાનાબાર, ડો. નરેશભાઈ અખાણી, નગરપાલિકાના કોર્પોરેટરો તેમજ પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સેવાકીય આયોજનને પ્રોત્સાહન આપ્યું હતું. અહેવાલ :- વિપુલભાઈ ચૌધરી

QUANTUM AI FUTURE TECH INNOVATION