દૈયપ ગોકુલનગર પ્રા. શાળા જવા નો રસ્તો બાવળો થી ઘેરાયેલો ભવ્ય શાળા સામે બાવળોનું જંગલ, પંચાયતની ઘોર બેદરકારી અવદશા જોઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા ખાનગી શાળાઓને પણ ટક્કર આપે તેવી દૈયપ ગોકુલનગર પ્રા. શાળાનું નિર્માણ તો કરાયું, પણ પંચાયતના જવાબદારોની બેદરકારીએ તેની સુંદરતા પર પાણી ફેરવી દીધું છે. શાળાના રસ્તા અને આગળના વિસ્તારમાં કાંટાળા બાવળો એટલી હદે વધી ગયા છે કે તે કોઈ જંગલ જેવું લાગે છે. આસપાસના ગામના વિદ્યાર્થીઓ અહીં ઉજ્જવળ ભવિષ્યની આશાએ આવે છે, પરંતુ પ્રવેશતાની સાથે જ તેમને કાંટાઓનો સામનો કરવો પડે છે. અનેક બાળકોના કપડાં ફાટવાની અને કાંટા વાગવાની ફરિયાદો ઉઠી છે. દૈયપ પંચાયત પોતાના કામોમાં વ્યસ્ત છે અને શાળાની આ ગંભીર સમસ્યા તરફ આંખ આડા કાન કરી રહ્યા છે. દૈયપ ગોકુલનગર પ્રા. શાળા જવા નો રસ્તો બાવળો થી ઘેરાયેલો છે શાળામાં કાંટાળા બાવળોથી વિદ્યાર્થીઓ પરેશાન લોકોનું કહેવું છે કે, આ માત્ર સફાઈનો વિષય નથી પણ હજારો વિદ્યાર્થીઓની સુરક્ષાનો સવાલ છે. શાળા ખંડેર જેવી દેખાઈ રહી છે, જે શૈક્ષણિક વાતાવરણને પણ નુકસાન પહોંચાડે છે. ગ્રામજનોએ માંગ કરી છે કે રાજકારણ બાજુ પર મૂકીને માનવતાના ધોરણે સત્વરે કાર્યવાહી કરવામાં આવે. જો તંત્ર હજુ પણ નહીં જાગે, તો બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાનું જોખમ વધી શકે છે.દૈયપ ગોકુલનગર ગામે કરોડોના ખર્ચે બનેલી શાળા સામે કાંટાળા બાવળોનું સામ્રાજ્ય છવાયું છે. વિદ્યાર્થીઓને રોજ કાંટા વાગવાનો અને ઈજા થવાનો ભય સતાવી રહ્યો છે. રિપોર્ટર :- વિપુલભાઈ ચૌધરી રાધનપુર