ભાવનગર ચલાલા ખાતે મહિલા મંડળ દ્વારા અધિક માસ નિમિત્તે શ્રીકૃષ્ણ મહિમા કથાનું ભવ્ય આયોજન ધારી તાલુકાના ચલાલા ખાતે લાઇબ્રેરી રોડ મહિલા મંડળ દ્વારા પુરુષોત્તમ માસ (અધિક માસ) નિમિત્તે શ્રીકૃષ્ણ મહિમા કથાનું ભવ્ય અને ભક્તિમય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહી કથાનું ભાવપૂર્વક શ્રવણ કર્યું હતું.આ પ્રસંગે વક્તા શ્રી રાજુદાદા જાની દ્વારા શ્રીકૃષ્ણ મહિમા કથાનું સુંદર રસપાન કરાવવામાં આવ્યું હતું. તેમની ભાવસભર વાણી અને ધાર્મિક પ્રસંગોના વર્ણનથી શ્રોતાઓ ભક્તિભાવમાં લીન બની ગયા હતા.સમગ્ર આયોજન મિતેશભાઈ ભટ્ટ દ્વારા સુંદર રીતે ગોઠવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંતો-મહંતોની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ગઢીયા ગીર દાનેવ આશ્રમના મહંત મહારાજ પૂજ્ય શ્રી હર્ષદબાપુ ભગત ખાસ ઉપસ્થિત રહી ભક્તજનોને આશીર્વચન પાઠવ્યા હતા.તેમજ રાજકીય આગેવાન પ્રકાશભાઈ કારીયા, કાળુભાઈ લશ્કરી નગરપાલિકા સદસ્ય,દિનેશબાપુ નિમાવત સહિત બ્રહ્મ સમાજના પ્રમુખ લલીતભાઈ મહેતા તેમજ જીતુભાઈ એમ. મહેતા તેમજ અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉર્જાથી ઓતપ્રોત રહ્યો હતો. રિપોર્ટર, બિપીન રાઠોડ ચલાલા... અમરેલી
ધાર્મિક
ચલાલામાં મહિલા મંડળ દ્વારા અધિક માસ નિમિત્તે શ્રીકૃષ્ણ મહિમા કથાનું ભવ્ય આયોજન
ABC News 24
schedule
5 min read
QUANTUM
AI
FUTURE
TECH
INNOVATION
The Intelligence Report
More insights from our editorial desk